ગુજરાત
News of Sunday, 20th June 2021

સુરતના ગોળવાડ વિસ્તારમાં 40 વર્ષ જૂનું મકાન ધરાશાયી : કાટમાળ નીચે 4 લોકો દટાયા આશંકા

સુરત: સુરતમાં 40 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતા રીતસરની દોડધામ મચી ગઇ છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણે કાટમાળ નીચે 4 લોકો દટાયા હતા. જેમને કાઢવા માટે હાલ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે છે. સુરતના ગોળવાડ વિસ્તારમાં જર્જરીત મકાન ધરાશાયી થઇ ગયું. આ મકાનમાં જરીકામ ચાલતું હતું.

(2:41 pm IST)