ગુજરાત
News of Sunday, 20th June 2021

વડોદરામાં લવ જેહાદમાં કાર્યવાહી થતા જ આરોપી સમીરનો પરિવાર રફુચક્કર થઇ ગયો

પોલીસે આરોપી સમીર કુરેશીના તમામ ૬ ઘરના સભ્યોને પણ આરોપી બનાવ્યા છે. : કાજી-મૌલવીઓને લવ જેહાદના કેસો થી દૂર રહેવા તાકીદ કરાઇ

વડોદરા :વડોદરામાં ફરી એકવાર લવ જેહાદ (love jihad) નો કિસ્સો સામે આવ્યો છે. ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કાયદા હેઠળ રાજ્યનો પહેલો ગુનો દાખલ થયો છે. કાયદા મુજબ યુવકને મદદ કરનાર પરિવાર અને મિત્રો સામે પણ ગુનો નોંધાયો છે. ત્યારે પોલીસે સમીર કુરેશી સહિત તેના ઘરના સભ્યો મળી 6 શખ્સોને આરોપી બનાવ્યા છે. જોકે, યુવતીને ખ્રિસ્તી યુવકની ઓળખ આપીને ફસાવનાર સમીર પકડાઈ ગયો છે, પણ તેનો આખો પરિવાર ઘર બંધ કરી ફરાર થયો છે.

મટનની લારી ચલાવતા સમીરે શિક્ષિકા યુવતીને મોટો ટ્રાન્સપોર્ટર હોવાની ઓળખ આપી હતી. તેણે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ બે વખત યુવતી ગર્ભવતી પણ થઈ હતી. યુવતીનું એબોર્શન કરાવ્યું હતું. તેથી પોલીસ શિક્ષિકાનો ગર્ભપાત કરનાર ડોક્ટરની પણ પૂછપરછ કરશે. સમીરના ફોનમાં પીડિતા શિક્ષિકા સાથેના બીભત્સ ફોટા પણ પોલીસને મળી આવ્યા છે.

વડોદરામાં પહેલો કેસ નોંધાતા પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. કાયદાના અમલ સાથે જ પોલીસે શહેરના 50થી વધુ કાજી અને મૌલવીને કડક સૂચના આપી છે. પોલીસ કહ્યું કે, લવજેહાદના પ્રકરણમાં મદદ કરશો તો કાયદાકીય કાર્યવાહી થશે.

સમીર કુરેશીના પિતાની તરસાલીમાં આવેલી માંસ મટનની દુકાન ચલાવે છે. વર્ષોથી તેઓ ગેરકાયદે રીતે ધંધો કરે છે. ત્યારે તેમની કેબીનને તોડી પડાઇ હતી. પુત્રનું  લવજેહાદના કિસ્સામાં બહાર આવતા જ પરિવાર સામે પણ ફરિયાદ થઈ છે. તેથી તેના પિતાની ગેરકાયદે કેબિન દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી અને તેના કારણે આ બંધ કેબીન પર તેમની હાજરીમાં જ જેસીબી ફરી વળ્યું હતું.

પીડિતા સોશિયલ મીડીયાના માધ્યમથી સમીર અબ્દુલ કુરેશી નામના સંપર્કમાં આવી હતી. યુવકે યુવતીની સામે ધર્મ છુપાવ્યો હતો. તેણે યુવતીને ખ્રિસ્તી ધર્મનું હોવાનું કહ્યું હતું. તેણે યુવતીને પોતે માર્ટીન સેમ નામ હોવાનું જણાવ્યું હતું. યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ. જેના બાદ યુવતીના મોબાઈલમાં વીડિયો અને ફોટા ઉતાર્યા હતા. આ બતાવીને યુવકે અવાર નવાર તેને બ્લેક મેઇલ કરી હતી. તેણે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ બે વખત યુવતી ગર્ભવતી પણ થઈ હતી. યુવતીનું એબોર્શન કરાવ્યું હતું. તેમજ તેના બાદ યુવતી સાથે બળજબરીપૂર્વક લગ્ન પણ કર્યા હતા. યુવતીએ હિન્દુ ધર્મ છોડવાની ના પાડી હતી, તેથી યુવકે તેને ધર્મ અપનાવવા દબાણ કર્યું હતું. તેણે યુવતીનું નામ બદલીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું હતું.

(12:42 pm IST)