ગુજરાત
News of Sunday, 20th June 2021

બનાસકાંઠામાં વરસાદની હેલી : સાવર્ત્રિક વરસાદથી ઠેર-ઠેર પાણી : દાંતામાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ ખાબક્યો : ડીસામાં દોઢ ઇંચ

કાપણી કરેલ બાજરી સહિત મગફળીના પાકોનો સોથ વળી જતાં મોટું નુકશાન: આકાશી ખેતી કરતા ખેડૂતોમાં ખુશાલી

બનાસકાંઠા જીલ્લામાં ચોમાસુ સક્રિય થતા મેધરાજાની વિધિવત એન્ટ્રી થઇ ચુકતા સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસથી મેધાવી માહોલને લઈ અનેક સ્થળો પર ધીમીધારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી પાણી થઇ જવા પામ્યું હતું. કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે મેધરાજાનુ આગમન થતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ હતી.    બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જાેવા મળી રહ્યો છે. ઉનાળુ સીઝનના ખેતરોમાં કાપણી કરેલ બાજરી સહિત મગફળીના પાકોનો સોથ વળી જતાં મોટું નુકશાન થયું છે પરંતુ વાવણી લાયક વરસાદ થતાં આકાશી ખેતી કરતા ખેડૂતોમાં ખુશાલી જાેવા મળી રહી છે અને ખરીફ સીઝનની તૈયારી કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ દાંતામાં વરસાદ નોંધાયો છે. જાેકે શનિવારના સાંજના ૬ વાગ્યા સુધી સૌથી વધુ ડીસામાં વરસાદ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

(11:45 am IST)