ગુજરાત
News of Sunday, 20th June 2021

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 211 તાલુકામાં વરસાદ : દાંતા અને અંજારમાં 5.5 ઇંચ :માંગરોળ અને ભાણવડમાં 4 ઇંચ વરસાદ પડ્યો

રાજ્યના 12 તાલુકામાં ત્રણ ઇંચથી વધુ અને 23 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ : 74 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 211 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતા અને કચ્છના અંજારમાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જુનાગઢના માંગરોળ અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 12 તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ છે. રાજ્યના 23 તાલુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 74 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે 12 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ છે.

(11:43 am IST)