ગુજરાત
News of Sunday, 20th June 2021

વલસાડ સહિતના વિસ્તારોમાં દે ધનાધન વરસાદની ચેતવણી: ગુજરાતમાં સતત વરસાદી માહોલ ચાલુ રહેશે

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આવતીકાલ સુધીમાં  વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે જિલ્લા કલેક્ટરે વલસાડ જિલ્લામાં એનડીઆરએફ ટીમને વલસાડ ખાતે સાબદી રાખી છે. આ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં બે દિવસ ભારે વરસાદની આગાહી થઈ છે.

(10:21 am IST)