ગુજરાત
News of Sunday, 20th June 2021

બુધ-ગુરુ સંખ્યાબંધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી : રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં સવારથી વાદળા છવાયેલા

અમદાવાદ : રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે, અનેક સ્થળે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ૨૩ અને ૨૪ જૂનના, એટલે કે બુધ અને ગુરુવારે ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. જામનગર, દેવભૂમિ દ્વારકામાં પણ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. કુલ મળીને પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી છે. તો અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની છે. આજથી પાંચ દિવસ  અમદાવાદમાં વરસાદી માહોલ રહી શકે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારે ૮.૨૦ વાગે પણ વાદળા છવાયા છે.

(10:20 am IST)