ગુજરાત
News of Thursday, 20th June 2019

સુરત લીંબાયતમાં પોલીસનો બાતમીદાર હોવાની શંકાએ સરાજાહેર યુવાનની ઘાતકી હત્યાના બે આરોપી ઝડપાયા

ભરચક ભીડ વચ્ચે બે ઈસમોએ લાકડાના ફટકા મારી ઇમરાન ગોલ્ડનની હત્યા કરી હતી.

લિંબાયતમાં બે દિવસ અગાઉ જાહેરમાં ઈમરાન ગોલ્ડનની કરાયેલી હત્યા મામલે લિંબાયત પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસનો બાતમીદાર હોવાની શંકામાં યુવાનની હત્યા કરવામાં આવી હતી.

લિંબાતમાં બે દિવસ અગાઉ લિંબાયત પોલીસ મથક નજીક જ ઈમરાન ગોલ્ડન નામના યુવાનની સરાજાહેર ભરચક ભીડ વચ્ચે બે ઈસમોએ લાકડાના ફટકા મારી હત્યા કરી હતી. જે મામલે લિંબાયત પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી તપાસ કરતા ઈમરાન ગોલ્ડનની હત્યા માથાભારે વિનોદ મોરે અને બાબુ અન્સારીએ કરી હોવાનું સામે આવતા પોલીસે તેઓને બાતમીના આધારે ઝડપી પાડ્‌યા હતાં

  પુછપરછમાં આરોપીઓએ ઈમરાન ગોલ્ડન તેઓની બાતમી આપતો હોવાની શંકાએ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. હાલ તો લિંબાયત પોલીસે બન્ને હત્યારાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:15 am IST)