ગુજરાત
News of Thursday, 20th June 2019

વિસનગરમાં ફેકટરીના બે કર્મચારીઓને અદાલતે છેતરપિંડીના કેસમાં બે વર્ષની સજાની સુનવણી કરી

વિસનગર: શહેરમાં લોખંડના સળીયા ઉત્પાદન કરી અમદાવાદમાં ગોડાઉન રાખી માલનું વેચાણ કરનાર કંપનીના બે કર્મચારીઓએ સળીયાનો માલ સગેવગે કર્યો હતો. આ ઉપરાંત માલ વેચાણની રોકડ બેંકમા ંનહીં ભરી અંગત ઉપયોગમાં વપરાતા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનાનો કેસ ચાલી જતા વિસનગર કોર્ટે આરોપી બે કર્મચારીઓને બે વર્ષની  સખ્ત કેદની સજાનો હુકમ થયો છે.

વિસનગરમાં આવેલ સુપ્રીમ એન્ટરપ્રાઈઝ લોખંડના સળીયા (એસ.એસ.બાર.)નું ઉત્પાદન કરે છે. જે કંપની અમદાવાદમાં ગોડાઉન આવેલ છે. અમદાવાદના ગોડાઉનમાં રાજેશ ઘનશ્યામભાઈ સરકાર (મરાઠી) તથા હરીશ શીવહરખ યાદવ નોકરી કરતા હતા .આ બન્ને કર્મચારીઓ વિસનગરથી માલ લઈ જઈ ઓર્ડર પ્રમાણે વેચતા હતા. માલ વેચાણનો હિસાબ કિતાબ પણ રાખતા હતા. ત્યારે આ કર્મચારીઓએ કંપનીના માલિકે રાખેલ વિશ્વાસનો દુર ઉપયોગ કરી ધ્વની ટ્રેડર્સ તથા ટેકનો સબમર્સીબ ઈન્ડસ્ટ્રીઝના ખોટા બીલો બનાવી માલ સગેવગે કર્યો હતો. કંપનીનો ૪૪૪૪ કિલોગ્રામ માલ બારોબાર વેચી ખોટા બીલો બનાવી રૃપિયા અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.

(5:44 pm IST)