ગુજરાત
News of Thursday, 20th June 2019

કતારગામમાં યાર્ન ખરીદી 17.81 લાખ પરત ન કરતા હીરાના વેપારીની દલાલ વિરુદ્ધ ફરિયાદ

કતારગામ:નંદુડોશીની વાડીમાં અગાઉ લુમ્સનું કારખાનું ધરાવતા પરંતુ બાદમાં તે વ્યવસાય બંધ કરી હવે હીરા દલાલીનું કામ કરતા નાનપુરા ટીમલીયાવાડના આધેડને પરિચિત યાર્ન દલાલે યાર્નના ધંધામાં રોકાણ કરાવી તેમ જ તેમના મારફતે યાર્ન ખરીદી કુલ રૂ.૧૭.૮૧ લાખ પરત નહીં કરતા આખરે હીરા દલાલે યાર્ન દલાલ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નાનપુરા ટીમલીયાવાડ મખ્ખન ભોગની સામે દેના પરિવાર એ/૩ માં રહેતા ૫૦ વર્ષીય સંક્ષિપ્ત ઉર્ફે મિલનભાઈ સેવંતીભાઇ મહેતા અગાઉ કતારગામ નંદુડોશીની વાડી મુનીબ એસ્ટેટમાં લુમ્સનું કારખાનું ધરાવતા હતા. પરંતુ બાદમાં તે ધંધો બંધ કરી તેમણે હીરાદલાલીનું કામ શરૂ કર્યું હતું. તે લુમ્સનું કારખાનું ધરાવતા હતા તે સમયે તેમનો પરિચય ઉધના ચાર રસ્તા ખાતે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા રાજેશ કે મહેતા ( રહે. મકાન નં.૩૩, અષ્ટવિનાયક રો હાઉસ, પરશુરામ ગાર્ડનની બાજુમાં, અડાજણ, સુરત ) સાથે થયો હતો. મે ૨૦૧૨ માં રાજેશભાઈ મહેતાએ સંક્ષિપ્તભાઈને યાર્નના ધંધામાં રોકાણ કરવા માટે જણાવતાં તેમણે રૂ.૧૧.૮૫ લાખનું રોકાણ કર્યું હતું તેમજ તેમના મારફતે રૂ.૫,૯૬,૧૦૭ ની કિંમતના યાર્નની ખરીદી પણ કરી હતી.

(5:43 pm IST)