ગુજરાત
News of Thursday, 20th June 2019

સુરતમાં ડાયમંડ કંપનીએ રફ હીરાના ભાવમાં બે ટકાનો ઘટાડો આવતા બજાર તૂટ્યું

સુરત: શહેરમાં મંદ કામકાજ વચ્ચે પોલીશ્ડ હીરાનું માર્કેટ રફના ભાવમાં આવેલાં બે ટકાના ઘટાડાને કારણે તૂટયું છે. ડાયમંડ કંપનીઓએ રફના ભાવમાં ઘટાડો કર્યા પછી પોલીશ્ડની નવી ખરીદી પર બ્રેક આપોઆપ લાગી ગઈ છે. પોલીશ્ડ ડાયમંડ અત્યારે ઓછામાં ઓછા પાંચ ટકા જેટલા સસ્તા ભાવે માંગવામાં આવી રહયા છે. 

હીરાબજાર અને હીરા ઉદ્યોગની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ છે અને ધીમે ધીમે વધુ ખરાબ થઈ રહી છે, ત્યારે રફના ભાવમાં સરેરાશ બે ટકાનો ઘટાડો વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સને વધુ પરેશાન કરી રહ્યો છે. ડાયમંડ કંપનીઓએ રફના ભાવમાં ઘટાડો જાહેર કર્યા પછી, હીરાબજારમાં ખરીદી અટકી ગઈ છે અને પોલીશ્ડ સસ્તા ભાવે મળશે એવી ગણતરીએ નીચા ભાવે પૂછપરછ કરવામાં આવે છે. ખરેખર તો હીરાબજારને અત્યારે એક ટેકાની જરૂર છે. ખાસ કરીને, જ્યારે માલ વેચાતો નથી ત્યારે ભાવ ટકી રહે એ વધુ જરૂરી છે.

(5:42 pm IST)