ગુજરાત
News of Thursday, 20th June 2019

મિકેનિકલ એન્જીનીયરીંગમાં ૧૦૧૪૮ બેઠકો ખાલી રહેશેઃ બીજા ક્રમે(૭૬ર૭)સિવીલ ખાલી

કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં આકર્ષણ અકબંધઃ ૧ર૧૮૯ પૈકી ૮૪૪૮ બેઠકોની ફાળવણીઃ રાજયમાં કુલ ૩૪૦૬૬ બેઠકો ખાલીઃ તા. ર૩ મી સુધી પ્રથમ તબક્કા માટે પસંદગીની તક

અમદાવાદ તા. ર૦ એ.સી.પી.સી. દ્વારા ગઇકાલે ડીગ્રી ઇજનેરીના મોક રાઉન્ડની  પ્રવેશ ફાળવણી કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૩રરપ૧ જેટલા વિદ્યાર્થીઓને પ્રાથમિક તબકકે મેરીટ ફાળવણી કરવામાં આવેલ અને તેમાંથી ૩૦૯૪૮ જેટલા વિદ્યાર્થીઓએ ચોઇસ ફીલીંગ કરેલ છે. આ વિદ્યાર્થીઓમાંથી તેઓના મેરીટ અને ભરેલ ચોઇસના આધારે ર૮૭૭૯ વિદ્યાર્થીઓને મોક રાઉન્ડમાં ફાળવણી કરાયેલ. આ ફાળવણીમાં એમકયુ તથા એનઆરઆઇ સીટોનો સમાવેશ થતો નથી. પ્રવેશ વર્ષ ર૦૧૯-ર૦ માં આશરે ૬પ૧ર૧ બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. જેમાંથી ૩૬૩૪ર બેઠકો ખાલી રહેવા પામેલ છે.

સમિતિ દ્વારા થયેલ ફાળવણીમાં સરકારી તથા અનુદાનિત કુલ ર૧ સંસ્થાની ૧૩૪૭૮ માંથી ૧૧ર૦ર બેઠકો ઉપર પ્રવેશ ફાળવવા માં આવેલ છે જયારે રર૭૬ સરકારી બેઠકો ખાલી રહેલ છે. જયારે ૧૧૭ સ્વનિર્ભર સંસ્થાઓની કુલ પ૧૬૪૩ બેઠકોમાંથી ૧૭પ૭૭ બેઠકો ઉપર પ્રવેશ ફાળવવામાં આવેલ છે અને ૩૪૦૬૬ બેઠકો ખાલી રહેલ છે.

મીકેનિકલ એન્જીનીયરીંગમાં ૪૦૧૬ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવણી કરાયેલ છે. ૧૦૧૪૮ બેઠકો ખાલી રહી છે. કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં ૮૪૪૮ વિદ્યાર્થીઓને ફાળવણી કરાયેલ છે. ૩૭૪૧ બેઠકો ખાલી રહી છે. સીવીલમાં ૩૪૮૧ ફાળવાયેલ છે. ૭૬ર૭  બેઠકો ખાલી રહી છે. ઇલેકટ્રીકલમાં ર૧૪પ બેઠકો ફાળવાયેલ છે. પ૩૮૮ ખાલી છે. ઇન્ફોર્મેશન બેઠકો ફાળવાયેલ છે. પ૩૮૮ ખાલી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ૩૪૪૬ ફાળવણી કરી છે. ૧૩૭૦ બેઠકો ખાલી છે. કેમીકલમાં ૧૭પ૯ ની ફાળવણી સામે ૮૦પ બેઠકો ખાલી રહી છે.

તા. ૧૯-૬-ર૦૧૯થી તા. ર૩-૬-ર૦૧૯ સુધી વિદ્યાર્થી પ્રથમ રાઉન્ડ માટે પોતાના મોડયુલમાંથી ચોઇસ ફિલીંગ કરી શકશે. ચોઇસ ફિલીંગમાં નવી ચોઇસ ઉમેરી પણ શકશે અને ફેરબદલ પણ કરી શકશે. વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડ માટે જાણકારી અર્થે મોક રાઉન્ડનું એનાલીસીસ સમિતિની વેબસાઇટ www.jacpcldce.in પર ઉપલબ્ધ છે.

પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં ૩૩૧૬૪ જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલ હતો. જયારે ફાઇનલ મેરીટ લીસ્ટમાં ૩૩રપ૧ વિદ્યાર્થીઓને સમાવેશ છે. આ ફેરફાર પૂરતા ડોકયુમેન્ટની ચકાસણી બાદ અપાયેલ મેરીટ નંબર તથા નોટીસના રીઝલ્ટના લીધે નવા અપાયેલ મેરીટ નંબરના લીધે છે.

(3:52 pm IST)