ગુજરાત
News of Thursday, 20th June 2019

ઉત્તર ગુજરાતમાં ઝરમરથી અઢી ઈંચ વરસાદ

રાજ્યના ૪૭ તાલુકાઓમાં વરસાદઃ પૂર્વ-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વિરામ

વાપી, તા. ૨૦ :. ચોમાસાની આ સિઝનના પ્રારંભ પૂર્વે મેઘરાજા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફલાવર સ્વરૂપે વરસી રહ્યા છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૬ જીલ્લાના ૪૭ તાલુકાઓમાં ઝરમરથી ૨ાા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

જેમાં ઉ. ગુજરાત પંથકમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં સિદ્ધપુર ૨૦ મી.મી., બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં દાતા ૧૬ મી.મી. અને થરાદ ૬૮ મી.મી. તો મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં સતલાસણા ૨૦ મી.મી. તથા સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં ખેડબ્રહ્મા ૨૭ મી.મી., પોસીના ૨૩ મી.મી., વડાલી ૧૫ મી.મી. અને વિજયનગર ૧૭ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જ્યારે પૂર્વ અને મધ્ય ગુજરાત પંથકમાં પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં સહેરા ૨૭ મી.મી. અને દાહોદ જીલ્લાના તાલુકાઓમાં ફતેપુરા ૧૨ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે દ. ગુજરાત પંથકમાં માત્ર દસેક તાલુકાઓમાં ૧ થી ૬ મી.મી. જેટલો હળવો વરસાદ નોંધાયેલ છે.  આ લખાઈ રહ્યુ છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ખુલ્લુ છે.

(3:42 pm IST)