ગુજરાત
News of Thursday, 20th June 2019

પાટણ: નગરપાલિકાનાં 13 સભ્યોને જીવતદાન :પક્ષાંતર ધારાની કોંગ્રેસની અરજી ફગાવી દેવાઈ

નગરપાલિકાનાં કોંગ્રેસનાં સભ્યોનું ભગવા કરણ કરવામાં ભાજપ સફળ

ભાજપ પાટણ નગરપાલિકાનાં કોંગ્રેસનાં સભ્યોનું ભગવા કરણ કરવામાં સફળ રહ્યું હતું. આ મામલે સમસમી ઉઠેલી કોંગ્રેસે ઉચ્ચ સ્તરે રજુઆત કરી હતી. જે રજુઆત ફગાવી દેવાય છે. ભાજપ શાસિત પાટણ નગર પાલિકામાં કોંગ્રેસના સભ્યોના પક્ષાંતર મામલે કોંગ્રેસની અરજી ફગાવાઇ છે.

  ગુજરાત રાજ્યના નામો નિર્દિષ્ટ અધિકારી, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય-ગાંધીનગર દ્વારા અરજી ફગાવાઈ હતી. 13 સભ્યોનું પક્ષાંતર યથાવત રખાતા પાટણ નગર પાલિકા પ્રમુખ સહિત 13 સભ્યોને જીવતદાન મળ્યુ હતુ. પાટણ કોંગ્રેસ શહેર પ્રમુખ દ્વારા અરજી કરવામાં આવી હતી. અરજી ફગાવાતા પાટણ કોંગ્રેસ બેલડામાં સોપો પડી ગયો હતો.

  અત્રે ઉલ્લેખનીયછે કે ભાજપાનાં ધારાસભ્યોનું સંખ્યાબાળ વધારવા માટે કોંગ્રેસનાં અનેક સભ્યોને પોતાની પાર્ટીમાં લાવવામાં ભાજપા સફળ રહ્યું હતું. તેવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે તાલુકા-જીલ્લા પંચાયતો અને નગર પાલિકાનાં સભ્યોને પણ ભાજપ પોતાની પાર્ટીમાં ખેંચી રહિ છે

(9:25 pm IST)