ગુજરાત
News of Wednesday, 20th June 2018

અમદાવાદના એસજી હાઇવે પર કારચાલકે અડફેટે લેતા યુવતીનું મોત :ચાલક ફરાર

અમદાવાદમાં એસજી હાઇવે ઉપર કાર ચાલકે અડફેટે લેતા યુવતીનું કરૂણમોત નીપજ્યું છે કાર ચાલક યુવતીને મારીને ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ નજીક આવેલી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસ અંગે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર બુધારે સાંજના સુમારે કાર ચાલકે યુવતીને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો.ગંભીર રીતે ઘાયલયુવતીને 108ની મદદથી નજીક આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઈ હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
 
ગુજરાત હાઇકોર્ટ પાસે બનેલી ઘટનાના પગલે લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. અને સોલા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યાવહી હાથધરી છે.

 

(11:58 pm IST)