ગુજરાત
News of Wednesday, 20th June 2018

રાજ્યમાં વર્ગ વિગ્રહ અટકાવવા તમામ ગામડાઓની વિઝીટ કરવા પોલીસવડાનો આદેશ :ત્રણ માસમાં મોટેપાયે વિલેજ વિઝીટ કરાશે

અમદાવાદ ;રાજ્યમાં કોમી શાંતિ જળવાઈ રહે અને વર્ગ વિગ્રહો જેવી ઘટનાઓ અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થા સામાન્ય રહે તે માટે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા તમામને ગામડાઓની વિઝીટ કરવા આદેશ કરાયો છે અગામી ત્રણ માસમાં મોટે પાયે આયોજન થાય અને વિલેજ વિઝટ દરમિયાન સંબંધીત ગામના અનુસૂચિત જાતિના નાગરિકોના પ્રશ્નો સાંભળી તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી સુચના આપી છે .

   રાજ્યના પોલીસ વડાના સૂચન પ્રમાણે રાજ્યમાં હાલમાં રાજ્યમાં ઘણા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં અનુસૂચિત જાતિના લોકો ઉપર અત્યાચારના બનાવો બન્યા છે. જેને ધ્યાનમાં રાખીને વિલેજ વિઝીટ ઘણી જરૂરી જણાય છે. વિલેજ વિઝીટ દરમિયાન સંબંધીત ગામના અનુસૂચિત જાતિના નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેનો તાત્કાલિક નિકાલ કરવાનો પણ સૂચના આપી છે. વિલેજ વિઝીટમાં ખાસ કરીને જ્યાં અનુસૂચિત જાતિના લોકોની વસ્તી વધુ હોય તેવા મહોલ્લાની મુલાકાત લઇને તેમના પ્રશ્નો અંગે કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

   જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અધિકારીઓને વિસ્તારના તમામ સંવેદનશીલ ગામોની આગામી ત્રણ માસમાં મુલાકાત લેવામાં આવે તે માટેનું આયોજન કરવાનો આદેશ કર્યો છે. રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓને ગામનાની મુલાકાત કર્યા બાદ એક સંકલીત ગુપ્ત રિપોર્ટ પોલીસ કમિશ્નર, પોલીસ અધિક્ષકને મોકલવા પણ કહ્યું છે
  આ ઉપરાંત ગામડાની મુલાકાત દરમિયાન સંબંધિત વિસ્તારના જે પ્રશ્નો મુલાકાત લેનાર અધિકારીના ધ્યાને આવે તે તમામ પ્રશ્નો તેમજ મુલાકાત દરમિયાન થયેલી ચર્ચા, પ્રશ્નોના થયેલા નિરાકરણ, બાકી રહેલી સમસ્યાઓ, હાજર રહેલા આગેવાનો અને તેમની રજૂઆતો વગેરેનો વિગતવાર અહેવાલ સિનિયર અધિકારીએ તૈયાર કરી પોલીસ કમિશ્નર, પોલીસ અધિક્ષકને મોકલવાનો રહેશે.

(10:11 pm IST)