ખંભાતમાંથી સાંજના સુમારે પોલીસે જુગાર રમતા સાત શકુનિઓને રંગેહાથે ઝડપ્યા
ખંભાત:શહેર પોલીસે સાંજના સુમારે શક્કરપુર ખાતે આવેલા પઠાણવાડાના એક મકાનમાં છાપો મારીને સાત શખ્સોને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડીને મોબાઈલ ફોનો અને રોકડા સહિત કુલ ૭૪૧૦નો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલી ખંભાત પોલીસને માહિતી મળી હતી કે, શક્કરપુરના પઠાણવાડામાં રહેતા ઈસ્માઈલ અબ્દુલભાઈ મલેકના ઘરમાં કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો જુગાર રમે છે જેથી પોલીસે દરોડો પાડતાં નદીમ ઈબ્રાહીમભાઈ શેખ, ઈસ્માઈલ અબ્દુલભાઈ મલેક, કયુમભાઈ ઈસુબભાઈ મલેક, ગુલામભાઈ કાસમભાઈ મલેક, આરીફભાઈ મુસ્તુફાભાઈ મલેક, ઈબ્રાહીમશા બરકતશા દિવાન, સાદિકહુસેન અબ્દુલભાઈ મલેક ઝડપાઈ જવા પામ્યા હતા. તેઓની પાસેથી મોબાઈલ તથા રોકડ રકમ મળીને કુલ ૭૪૧૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો.