ગુજરાત
News of Wednesday, 20th June 2018

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે સો ફુટ લાંબુ પોસ્‍ટર બનાવીને ફી નિયમનની સરકારની જાહેરાતો બતાવી અનોખો વિરોધઃ વાલીઓમાં ભભૂકતો રોષ

ફોટોઃ amdavad valio no anokho virodh

અમદાવાદઃ અહીંના  એસજી હાઈવે પર આવેલા કર્ણાવતી કલ્બ પાસે ફિ નિયમનને લઈ વિરોધ બાબતે વાલીઓ દ્ગારા 100 ફુટ લાંબુ એક પોસ્ટર બનાવવામાં આવ્યું હતું જેમાં સરકારે ફી નિયમન માટે કરેલી તમામ જાહેરાતોને દર્શાવવામાં આવી હતી.

તે સાથે જ વાલીઓ દ્વારા સરકાર પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા અને વાલીઓ દ્ગારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે જ્યારે ચૂંટણી આવે ત્યારે સરકાર વાલીઓના પગમાં પડે છે અને ચૂંટણી બાદ સંચાલકોના ખોળામાં બેસે છે.

(7:51 pm IST)