ગુજરાત
News of Friday, 20th May 2022

સ્‍ટેટ મોનીટરીંગ સેલમાં આશિષ ભાટિયા સાથે નિર્લિપ્‍ત રાય જોડાતા જ કે.ટી.કમારિયા ટીમનો જુસ્‍સો બેવડાઈ ગયો

સારા નહિ મારા થિયરી મુજબ મહત્‍વના સ્‍થાને લેવાયા તો ખરા પરંતુ ચુંટણી વર્ષ દરમિયાન બેફામ ન બને તે માટે આઈપીએલ કોર ગ્રુપની સલાહ મુજબ કોંગ્રેસ અને ‘આપ'ની રણનીતિ નિષ્‍ફળ બનાવવા આખા ગુજરાત પર કન્‍ટ્રોલ રાખી શકે તેવા યુવા આઈપીએસને નિમવાની ફોર્મ્‍યુલા હિટ સાબિત થઈ રહી છે : હમણાં સૌરાષ્‍ટ્રના એક ખૂબ મોટા શહેરોમાંથી સ્‍ટેટ મોનીટરીંગ સેલની ગાડી પસાર થતાં જ તમામ પોલીસ મથક સાથે બધી બ્રાન્‍ચ એલર્ટઃ ભુજ રેડ હોવાનું જાણ્‍યા બાદ અધિકારીઓ સ્‍ટાફ દ્વારા નિરાંતનો શ્વાસ લેવાયો : સ્‍ટેટ મોનીટરીંગ સેલ માટે રાજયના લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમારને નીમી જબરજસ્‍ત ભરડો લેવા વિચારેલ પરંતુ આ સિનિયર આઈપીએસ પાસે મહત્‍વના ઢગલાબંધ કામો હોવાથી આ વિચારના ઈલાજે સ્‍થગિત રાખવામાં આવ્‍યો હોવાની પણ ચર્ચા છે

રાજકોટ તા.૨૦:  રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા એટલે એક સ્‍વચ્‍છ છબી ધરાવતા મહેનતુ અને ભૂતકાળમાં આતંકવાદ સહિતના નેટવર્ક દેશમાં સહુ પ્રથમ ભેદનાર સુકાની, આવા અધિકારી ગુજરાતમાં  દારૂબંધી છતાં પાડોશી રાજ્‍યોમાંથી જે રીતે ટ્રકના ટ્રક દારૂ ઉતારી સાથે જે રીતે ડ્રગ્‍સ દુષણ પ્રવતી રહ્યુ હતુ તેથી ખૂબ ચિંતિત હતા, આખરે રણનીતિ ઘડાયા અને ગુજરાતમાં ગત જાન્‍યુઆરી માસથી તેના પરિણામ  દેખાવા શરૂ થયા અને ત્‍યારબાદ હમણાં એસપી નિર્લિપ્‍ત રાયને નિમણુક આપ્‍યા બાદ જે પરિણામ  આવ્‍યા તેના માટેના કોઇ પુરાવા શોધવાની જરૂરત નથી આ રહ્યા તેના બોલતા પુરાવા.                              

આંકડા આપતા પહેલા એક મહત્‍વની વાત સરકાર કોઈ પણની હોય દરેક વિભાગમાં ચોકકસ મહત્‍વના પોસ્‍ટીંગ માટે વિશ્વાસુ અને માનીતા અધિકારીઓ નિમવા પડતા હોય છે. છેલ્લા એસપી ઓર્ડર સમયે પણ સ્‍વાભાવિક આવો નિર્ણય લેવો પડ્‍યો, ધારા સભા ચૂંટણીનું વર્ષ રાજકોટમાં થયેલા કાંડ કારણે બદનામી આ બાબતો કોંગ્રેસ અને આમ આદમી મુદ્દો બનાવનાર હોવાનું આઇબી દ્વારા આડકતરા સંકેત આપવામાં આવેલ.

 આનો તોડ કાઢવાના ભાગરૂપે રાજકિય મથામણમાં આઇપીએસ કોર ગ્રુપ દ્વારા ગાંધીનગરને એવી સલાહ આપવામાં આવી કે, લાગવગથી નિમાયેલ અધિકારીઓ કાબૂ બહાર ન જાય અને વિપક્ષોને મુદ્દો ન મળે તે માટે અમરેલી જિલ્લા પોલીસ વડા તરીકે અસામાજિક તત્‍વો પર પકકડ ધરવતા અને કોઈ ચમારબંધી રાજકારણી જેને ખોટી ભલામણ કરવાથી દૂર રહે છે તેવા આઇપીએસ નિર્લિપ્ત રાયને સ્‍ટેટ મોનીટરીંગ સેલમાં નિમણુક આપી આડકતરી રીતે આખા રાજ્‍યની હકૂમત આપી જબરદસ્‍ત બ્રેક મારવા સૂચન કરેલ જે ૧૦૦ ટકા કે.ટી. કામારીયા ટીમ દ્વારા સાર્થક કરી બતાવ્‍યું.

એક આડ વાત આખું કોરમ પૂર્ણ કરવા સ્‍વચ્‍છ છબી, રાજ્‍યના સહુથી વધુ મહેનતુ  અધિકારીઓ પૈકીના સિનિયર આઇપીએસ નરસિંહમા કોમારને પણ આ વિભાગનો હવેલો આપવાની સલાહ મળેલ પણ તેમની પાસે થોકબંધ અગત્‍યની કામગીરી હોવાથી તેમને ડીસ્‍ટરપ કરવામાં આવ્‍યા નથી, વિપક્ષોની બોલતી બંધ કરવા અને લો એન્‍ડ ઓર્ડર પ્રશ્નમાં ઉહાપોહ રોકવા માટે તેમને મહત્ત્વના સહેરના સીપી બનાવી તેમની મહેનતની કદર કરી બીજા ઘણા મેસેજ આપવા પણ ખાનગીમાં સલાહ આપવામાં આવી છે, ચાલો હવે બોલતા પુરાવા જેવા આંકડા પર નજર કરીએ.

સ્‍ટેટ મોનીટરીંગ  સેલ દ્વારા શોધાયેલ પ્રોહી કેસોની માસ વાઈઝ સમરી સને ૨૦૨૧માં કુલ ૨૭૫ કેસો, કુલ દારૂની કિંમત રૂા.૬,૯૦,૭૦,૩૭૧, કુલ મુદ્દામાલની કિંમત રૂા.૧૩,૬૪,૦૮,૫૪૫

સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ ્‌વારા શોધાયેલ જુગાર કેસોની માસ વાઈસ સમરી સને-૨૦૨૧ કુલ ૧૦૩ કેસો, કુલ મુદ્દામાલની રકમ રૂા.૩,૫૫,૫૧,૩૫૧

સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શોધાયેલ પ્રોહી કેસોની માસ વાઈઝ સમરી સને- ૨૦૨૨. ૧૮ મેસુધી ૨૮ કેસો, કુલ મુદ્દામાલની કિંમત રૂા.૮૯,૮૧,૦૮૯

સ્‍ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શોધાયેલ જુગાર કેસોની માસ વાઈઝ સમરી સને-૨૦૨૨. ૧૮ મે સુધી કુલ છ કેસ થયા હતા અને કરોડોની કિંમતનો મુદ્દામાલ જપ્‍ત કરાયો હતો.

(5:02 pm IST)