News of Friday, 20th May 2022
પહેલી જ વાર અમિતાભ ચમકશે ગુજરાતી ફિલ્મમાં : ગુજરાતી પાત્રમાં
ફિલ્મ આ વર્ષની ૧૯ ઓગસ્ટે રિલીઝ કરાશે
મુંબઈ,તા.૨૦: નિર્માતા આનંદ પંડિત એક પારિવારિક રમૂજી કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે - ‘ફક્ત મહિલાઓ માટે'. આ ફિલ્મના નિર્માણમાં એમને વૈશલ શાહનો સહયોગ મળ્યો છે. ફિલ્મમાં યશ સોની અને દીક્ષા જોશીની રોમેન્ટિક જોડી હશે. ફિલ્મના દિગ્દર્શક છે જય બોડાસ અને ફિલ્મ આ વર્ષની ૧૯ ઓગસ્ટે રિલીઝ કરાશે.
આનંદ પંડિતે કહ્યું કે, ‘ફક્ત મહિલાઓ માટે'ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિશેષ ભૂમિકામાં જોવા મળશે. એમને જયારે મેં આ રોલ કરવાની વિનંતી કરી તો એમણે તરત જ હા પાડી હતી. એમણે ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવવા કે દિગ્દર્શક કોણ છે એ પણ પૂછ્યું નહોતું. અમિતજી આ પહેલી જ વાર કોઈ ગુજરાતી ફિલ્મમાં એક ગુજરાતી પાત્ર ભજવતા જોવા મળશે.
(10:04 am IST)