ગુજરાત
News of Monday, 20th May 2019

પિટીશનમાં કઈ દાદ મંગાઈ

અનેક તર્કદાર દલીલો કરવામાં આવી

અમદાવાદ, તા.૨૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એકબાજુ, બોગસ શેલ કંપનીઓના નામે કરોડોના ટ્રાન્ઝેકશન કરનારી કંપનીઓ પર તવાઇ બોલાવાઇ રહી છે ત્યારે અમદાવાદની ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના મેનેજીંગ ડિરેકટર શૈલેષ ભંડારી, તેના ભાઇ નાગેશ ભંડારી અને તેના મળતીયાઓ દ્વારા ૮૫થી વધુ બોગસ શેલ કંપનીઓ ઉભી કરી, ખોટી રીતે લેટર ઓફ ક્રેડિટ ઓપન કરી(ખોલી) અને ગેરકાયદે શેર્સ ટ્રાન્ઝેકશન કરી રૂ.૧૭૫ કરોડથી પણ વધુના ગોટાળા અને કૌભાંડ આચરવાના પ્રકરણમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)માં ૧૯૦૦ પાનાની બહુ મહત્વની પિટિશન દાખલ થઇ છે. પિટિશનમાં કઈ મહત્વની દાદ માંગવામાં આવી તે નીચે મુજબ છે.

(૧)  સમગ્ર કૌભાંડમાં કેન્દ્ર સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા ઝીણવટભરી તપાસ કરાવો

(૨)  ઇલેક્ટ્રોથર્મ લિ.ના એમડી શૈલેષ ભંડારી સહિતના લોકોની બોર્ડ ઓફ ડિરેકટર્સમાંથી હકાલપટ્ટી કરો

(૩)  શૈલેષ ભંડારીના એમડી તરીકેના તમામ હક્કો તાત્કાલિક આંચકી લેવા

(૪)  શૈલેષ ભંડારી અને તેના મળતીયાઓ દ્વારા કંપનીના રૂ.૧૭૫ કરોડ રૂપિયાના જે ગોટાળા કરાયા છે તે  રકમ કંપનીમાં પરત કરાવો

(૫)  શૈલેષ ભંડારીના ભાઇ નાગેશ ભંડારીને પણ સમગ્ર કૌભાંડને લઇ વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ લિ.ના ડિરેકટરપદેથી હકાલપટ્ટી કરો

(૬)  ઇલેક્ટ્રોથર્મ લિ.ના નોંધાયેલા સભ્યોમાંથી બેનામી શેરહોલ્ડર્સને દૂર કરાવો

(૭)  પિટિશનનો આખરી નિકાલ ના થાય ત્યાં સુધી કંપનીના સંચાલન માટે એક કમીટીની રચના કરો

(9:16 pm IST)