ગુજરાત
News of Monday, 20th May 2019

ખેડામાં અગાઉના ઝઘડાની રીસ રાખી બે જૂથો સામસામે આવતા વાતાવરણ તંગ બન્યું: સામસામે હુમલામા બે ઈજાગ્રસ્ત

ખેડા: નગરમાં અગાઉના ઝઘડાની રીસ રાખી મુસ્લિમોના બે જુથો સામ સામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. બંને જુથના લોકોએ એકબીજાને ગાળો બોલી જાનથી મારી નાખવા બાબતની ધમકી આપી હતી. દરમ્યાન ડંડાથી એક બીજા પર હુમલો કરતા બે લોકોને ઇજાઓ પહોચી હતી. સમગ્ર મામલે પોલીસે બંને જુથના લોકોની સામ સામી ફરીયાદ લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

મહંમદ ફૈસલ યુનુસભાઇ છીપાએ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેઓ રાત્રીના સાડા દશ વાગ્યે જમી પરવારી સોસાયટીના નાકે બેઠા હતા. ત્યારે આરોપી તસ્મીરઅલી મહેમદમીયા સૈયદ, સદામ મહંમદ સૈયદ, વામીર કાયમઅલી બેલીમ અને ઇમરાનભાઇ હનીફભાઇ મેમણ તમામ મહંમદી નગરી આગળ આવીને કહેલ કે ગઇકાલે પથ્થરવાળાના છોકરા સાથે કેમ બબાલ કરતો હતો. આમ કહી તેઓએ મહેમદ ફૈસલને ગાળો બોલી તેમના હાથમાંનો દંડો કપાળના ભાગે મારી ઇજા કરી ફૈસલના મિત્ર ઐયુબ યુસુફભાઇ વ્હોરા તથા અમીરભાઇ અલ્લારખા વ્હોરા તથા બીજા માણસો ભેગા થઇ જતા જો ફરીથી ઝઘડો કર્યો છે તો જાનથી મારી નાખીસુ તેમ કહી ધમકી આપી હતી. 

(6:05 pm IST)