ગુજરાત
News of Monday, 20th May 2019

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અમદાવાદના પરિવારને અકસ્માત નડતા પરિવારના બે સભ્યોના મોત

અંબાજી:પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અમદાવાદ ઓઢવમાં રહેતા એક પરિવારને હડાદ પાસે મચકોડા ગામ પાસે અકસ્માત થતાં બે વ્યક્તિઓના કરુણ મોત થયા હતા. જ્યારે પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં વધુ સારવારઅર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત નાજુક હોવાનું જાણવા મળેલ છે.

હડાદ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અંબાજીથી માં અંબાના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદના ઓઢવના પરિવારને લઈને આવતી વેગેનાર કાર રોડના ડીવાઈડર સાથે અથડાતાં કાર પલટી ખાઈ જવા પામી હતી. જેના કારણે કારમાં સવાર બે મહિલાઓ જેમાં એક આઠ વર્ષની બાળકી તથા એક વૃધ્ધ નું કરુણ મોત થવા પામ્યું હતું. જ્યારે પાંચ વ્યક્તિઓને વધુ ઈજાઓ થતાં તેઓને વધુ સારવારઅર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બે મૃતક વ્યક્તિઓને પી.એમ. અર્થે દાંતા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા .આ બનાવના પગલે હડાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગની તપાસ હાથ ધરેલ છે.

(6:02 pm IST)