ગુજરાત
News of Monday, 20th May 2019

કલોલમાં અગાઉની અદાવતમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું

કલોલ: શહેરમાં આવેલા ભવાનીનગરમાં અગાઉની અદાવતમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જેમાં છ જણા ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને પરિસ્થિતી કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઇ કુલ આઠ શખ્સો સામે ક્રોસ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

કલોલ શહેરમાં આવેલા ભવાનીનગરમાં ગઇકાલે રાત્રે બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. અગાઉની અદાવતમાં બે પક્ષે લોખંડની પાઇપો ઉછડતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદો લીધી હતી. જેમાં રજનીકાંત ઉમેદભાઇ ઓડના ઓએ ફરિયાદ નોંધાવી છે કે ક્રિકેટ રમવાની માથાફૂટમાં ઉશ્કેરાઇ ગયેલા મહેશ જીગાભાઇ દેવી પૂજક હાથમાં બેટ લઇ દોડી આવ્યો હતો અને રજનીકાંતને માર્યું હતું તેમજ આનંદ રમણભાઇ દેવી પૂજક લોખંડની પાઇપ લઇને આવ્યો હતો અને રાજુ ઓડને મારી હતી. 

(6:02 pm IST)