ગુજરાત
News of Monday, 20th May 2019

વડોદરા: બ્રિજ પર ગેરકાયદે પાર્ક કરેલ ટ્રકની પાછળ બાઈક ધડાકાભેર ઘુસી જતા 17 વર્ષીય કિશોરનું મોત

વડોદરા: શહેરમાં શનિવારે બપોરે સર્જાયેલ એક અકસ્માતનો બનાવ ટ્રાફિક નિયમનના ભંગનું કેવુ ગંભીર પરિણામ આવે છે તે જાણવા માટે પુરતો છે. ૧૭ વર્ષનો કિશોર બાઇક લઇને નીકળ્યો હતો અને બ્રિજ પર ગેરકાયદે પાર્ક કરેલી ટ્રકની પાછળ બાઇક ઘુસી જતાં કિશોરનું મોત થયુ હતું. જ્યારે બાઇકમાં પાછળ બેઠેલી તેની મોટી બહેનને ગંભીર ઇજાઓ થતાં હાલમાં સારવાર હેઠળ છે.

માણેજા વિસ્તારમાં આવેલા શિવબાનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા રાવજીભાઇ મણીભાઇ સોલંકીનો ૧૭ વર્ષનો પુત્ર હાર્દિક શનિવારે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં ૧૯ વર્ષની બહેન કિંજલને કોમ્યુટર ક્લાસમાંથી તેડવા માટે કાકાની બાઇક લઇને નીકળ્યો હતો. તે પરત આવી રહ્યો હતો ત્યારે સોમા તળાવ બ્રિજ પર ગેરકાયદે પાર્ક કરેલી મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક પાછળ તેની બાઇક ઘુસી ગઇ હતી.

(6:00 pm IST)