ગુજરાત
News of Monday, 20th May 2019

વડોદરામાં યુવતીનો મોબાઈલ નંબર લેવા બાબતે બે યુવકો બાખડ્યા: ડિલિવરી બોય પર હુમલો થતા ફરિયાદ

વડોદરા:ગર્લફ્રેન્ડનો મોબાઈલ નંબર લેવા બાબતે બે યુવક વચ્ચે થયેલી તકરાર બાદ ઝોમેટો ફૂડના ડીલીવરી બોય પર હિચકારો હુમલો થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વાઘોડિયા રોડની વેધર રેસીડેન્સી વિભાગ-2 ખાતે રહેતા અને ઝોમેટો ફૂડના ડીલીવરી તરીકે કામ કરતા કરણ પંચાલે પોલીસને જણાવ્યું છે કે, તારીખ 18મીએ રાત્રે હું મારા મિત્ર દિવ્યરાજને ઘેર હતો ત્યારે સતીશ ઠાકોર નામનો મારો મિત્ર દીવ્ય રાજને ઘેર આવ્યો હતો અને જોર-જોરથી દરવાજો ખખડાવતા દિવ્યરાજના માતાએ દરવાજો ખોલ્યો ન હતો.

(5:58 pm IST)