ગુજરાત
News of Monday, 20th May 2019

અમદાવાદના રાણીપમાં ડીવાયએસપીના ત્રાસથી બીટકોઈનના દલાલે ઘરમાં ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ:રાણીપમાં રહેતા બીટકોઈનના દલાલ ભરતભાઈ પટેલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો. કેવડીયા કોલોની ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી ચિરાગ સવાણી અને તેમના ભાઈ હરીશ સવાણીએ ભરતભાઈને બીટકોઈન ટ્રેડિંગ કરવા આપ્યા હતા. જોકે તેમાં નુકશાન જતા બન્ને ભાઈઓએ ભરતભાઈને બીટકોઈન પરત આપવા માટે ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. આથી કંટાળીને પોતે આ પગલું ભર્યું હોવાનું તેમણે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે. હાલમાં રાણીપ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ રાણીપમાં ગાયત્રી મંદિર રોડ પર બાલારામ સોસોયટીમાં ભરતભાઈ ભીખાભાઈ પટેલ (૪૯) તેમના પત્ની અને ૨૪ વર્ષની પુત્રી અને પુત્ર (ટ્વીન્સ) સાથે રહેતા હતા. તેઓ ઘરેથી જ બીટકોઈનનું ટ્રેડિંગનું કામકાજ કરતા હતા. ૧૮ મેના રોજ રાત્રે તેઓ તેઓ ઘરના નીચેના રૃમમાં ઉંગી ગયા હતા. જ્યારે તેમના પતિની અને બાળકો ઉપરના માળે ઉંઘી ગયા હતા. 

(5:56 pm IST)