ગુજરાત
News of Monday, 20th May 2019

પાટણ જીલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

પાટણ તા.૨૦: પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે અછતની પરિસ્થિતિના પગલે જિલ્લાના છેવાડાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અને ઘાસચારાની ભારે સમસ્યા સર્જાઇ છે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહીતના કોંગ્રેસી અગ્રણીઓેએ અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ લોકસંપર્ક કરીને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અછતગ્રસ્ત તાલુકામાં ઘાસડેપો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ ઘાસનો પુરતો જથ્થો મળતો નથી. પાણીની સમસ્યા હળવી કરવા માટે ટેંકરો અને જુથ પાણી પુરવડા યોજના અંતર્ગત પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવાનુ પાણી મળતુ ન હોવાની બુમરાડ ઉઠી રહી છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડા અને પૂર્વ સાંસદ જગદીશભાઇ ઠાકોર, જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, કાનજીભાઇ દેસાઇ સહીતના કોંગ્રેસી આગેવાનોએ જિલ્લાના અછતગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઇ લોકોને મળી ને પાણી ઘાસચારો અને રાહતના કામોની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે કે કેમ તે અંગે લોકોને રૂબરૂમળી ચર્ચા કરી હતી.

(4:21 pm IST)