ગુજરાત
News of Monday, 20th May 2019

ગુજરાતમાં ૩ દિવસ થંડર સ્ટોર્સઃ વરસાદ સાથે પવન ફુંકાશેઃ રાજકોટ-અમરેલી ૩૨૦ જિલ્લામા

અમદાવાદ, તા.૨૦: મહત્વનું છે કે ગઇકાલે પાટણનાં સાંતલપુર તાલુકામાં અને સૌ.ના ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં ત્રણ દિવસ થંડર સ્ટ્રોમની આગાહી, ઉત્ત્।ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે ગઇકાલે પાટણનાં સાંતલપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, 'આગામી ૩ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રનાં રાજકોટ-અમરેલી, કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે. જેના કારણે અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો થઇને વાદળછાયું થઇ શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની પણ આગાહી છે. ધૂળની ડમરી સાથે ઝડપી પવન ફૂંકાઇ શકે છે. અને હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે. જેના કારણે અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો થઇને વાદળછાયું થઇ શકે.

ગઇકાલે અમદાવાદમાં ૪૧ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. આગામી ૩ દિવસ શહેરમાં પણ તાપમાંથી રાહત મળશે અને ગરમીનો પારો ૪૧ ડિગ્રીની આસપાસ રહેશે.

મોસમ વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ૬ જૂનના કેરળમાં મેદ્યરાજાનું આગમન થશે. કેરળમાં ચોમાસાની શરુઆત થયા બાદ ઉતર તરફ ચોમાસુ આગળ વધશે. જો કે ગુજરાતમાં ચોમાસા ઋતુની શરુઆત ૧૫ જુનથી થાય છે પરંતુ કેરળમાં ચોમાસાની શરુઆત થયા બાદ મોસમ વિભાગ દ્વારા ગુજરાતમાં કયારે ચોમાસુ શરુ થશે તેની સચોટ આગાહી કરશે. આ ઉપરાંત મોસમ વિભાગે કહ્યું છે કે આ વખતે ચોમસું સામાન્ય રહેશે.

(4:16 pm IST)