ગુજરાત
News of Monday, 20th May 2019

પાલનપુર-આબુ રોડ હાઇવે પર ચિત્રાસણી નજીક હિટ એન્ડ રન : બાઈકચાલકનું મોત

અજાણ્યા વાહને અડફેટે લેતા યુવક હાઇવે પર ઢસડાતા શરીરના માંસના લોચા નીકળી ગયા

પાલનપુર : પાલનપુર પંથકમાં અકસ્માતોનો સિલસિલો જારી રહ્યો છે. જેમાં ચિત્રાસણી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક બાઈક ચાલકનું અરેરાટીભર્યું મોત નિપજ્યું હતું.

   પાલનપુર- આબુરોડ હાઇવે પર ચિત્રાસણી નજીક પસાર થઈ રહેલા બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક સાથે યુવક હાઇવે ઉપર ઘસેડાતા તેના શરીરમાંથી માંસના લોચા નીકળી ગયા હતા.

 ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં બાઈકનું રજિસ્ટ્રેશન મોડાસા ખાતે અને બાઈક માલિકનું નામ બીપીનભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું.

(12:14 pm IST)