ગુજરાત
News of Sunday, 20th May 2018

ચીખલીના રાનકૂવામાં દોડીયા તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનો મુખ્યમંત્રી વિજયભાઈએ કરાવ્યો પ્રારંભ

રાનકુવા ગામે ૧૦.૯૮ હેકટર તળાવને લોકભાગીદારીના ધોરણે ઊડું કરવામાં આવશે.

નવસારી :નવસારી જિલ્લાના ચીખલીના રાનકૂવામાં દોડીયા તળાવને ઊંડું ઉતારવાની કામગીરીનો આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી નિયત કાર્યક્રમ અનુસાર સવારે ૯.૧૫ વાગે હવાઇમાર્ગે થાલા તા. ચીખલી હેલીપેડ આવી, મોટરમાર્ગે ૯.૩૦ વાગે રાનકુવા ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ દોડીયા તળાવ ઊડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાવી પ્રારંભ કરાવ્યા બાદ કાર્યક્રમ પુર્ણ થયે મુખ્યમંત્રી ૧૦.૨૫ વાગે મોટરમાર્ગે રવાના થઇ, ૧૦.૪૦વાગે થાલા તા.ચીખલી ખાતેથી હેલીકોપ્‍ટર મારફતે સુરત જવા રવાના થવના છે.

રાનકુવા તળાવ ઊંડુ કરવાની કામગીરીને લઇને ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાનકુવા ગામે ૧૦.૯૮ હેકટર તળાવને લોકભાગીદારીના ધોરણે ઊડું કરવામાં આવશે. આ તળાવ ઊડું કરવા સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આગળ આવી છે. આ ડીસીલ્ટીંગ થકી ૩૦૦૦૦ ઘનમીટર માટી ખોદાણ થકી તળાવની પાણી સંગ્રહ શકિતમાં ૩૦ હજાર ઘનમીટર એટલે કે ૧૦.૫૯ લાખ ઘનફૂટ પાણીનો વધારો થશે.

(1:26 pm IST)