અંકલેશ્વર નજીક બાકરોલ બ્રિજ પાસે ટેમ્પો પલ્ટી ખાઈ જતા યુવાનનું મોત
પ્લાઈવુડ ભરેલો ટેમ્પો ડિવાઈડર પર ચડી જતા ટેમ્પોમાં પાછળ સુતેલા યુવાનનું કરૂણમોત
અંકલેશ્વર-સુરત જવાના રોડ ઉપર બાકરોલ બ્રીજ નજીક એક ટેમ્પો ડીવાઇડર ઉપર ચઢી પલ્ટી ખાઇ જતા ટેમ્પોમાં પાછળ સુતેલા એક યુવાનનું મોતા નીપજયું છે.
ઘટનાની મળતી પોલીસ માહિતી અનુસાર તા.૨૦મીની સવારે ૬ કલાકની આસપાસ અંકલેશ્વર-સુરત રોડ ઉપર બાકરોલ બ્રિજ નજીક એક પ્લાયવુડ ભરેલ ટેમ્પો નં. જી.જે.-૦૫-બી.વી.-૨૪૪૮ સુરત તરફ જઈ રહ્યો હતો.
દરમિયાન ટેમ્પાના ચાલકે એકાએક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તેનો ટેમ્પો રોડના ડીવાઇડર પરા ચઢી પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ટેમ્પામાં પાછળ સુતેલા ૧૮ વર્ષીય મહિપાલસિંહ દલપતસિંહ રાજપૂત(રહે. ભટાર ચારરસ્તા,ઉધના-મગદલ્લા રોડ,મ.નં.૫૯,જલારામ સોસાયટી,સુરત)ને માથે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.
અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પો છોડી ભાગી છુટ્યો હતો. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક મહિપાલની લાસને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.