વતનમાં તળાવ ઊંડા કરવા સહીત જળસંચયના કામોમાં યોગદાન આપો : અમેરિકા વસતા ગુજરાતી પરિવારોને મુખ્યમંત્રીની અપીલ
વિજયભાઈએ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ગાંધીનગર બેઠા સંવાદ સેતુ સાધ્યો
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ ભાઈ રૂપાણીએ અમેરીકામાં વસતા બિન નિવાસી ગુજરાતી પરિવારોને પોતાના વતન ગામ વિસ્તારમાં તળાવ ઊંડા કરવા સહિતના જળ સંચય કામોમાં યોગદાન આપવા આહવાન કર્યું છે. મુખ્યમંત્રીએ આજે વહેલી સવારે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ગાંધીનગર બેઠા સંવાદ સેતુ સાધ્યો હતો.
અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા ત્યાં ઉજવાઈ રહેલા ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે વિજય ભાઈ રૂપાણીએ સંબોધન કર્યું હતું. અને ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ગાથા પ્રસ્તુત કરી હતી. તેમણે આગામી 18, 19, 20 જાન્યુઆરીએ યોજાનારી વાયબ્રન્ટ સમીટમાં સહભાગી થવા પણ તેમણે આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતનો વિકાસ સોળે કળાએ ખીલે અને ગુજરાત અને ભારતના નિર્માણમાં અગ્રેસર રહે તે માટે સનકલ્પબદ્ધ થવા પ્રેરણા આપી હતી.