ગુજરાત
News of Tuesday, 20th April 2021

અસામાજિક તત્વો દ્વારા યુવાનને માર મારવામાં આવ્યો

સુરતના સરથાણાના સીસીટીવી વીડિયો વાયરલ થયો : માથાભારે ઈસમની છાપ ધરાવતા એક યુવક ઉપર ટોળું તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યું, પોલીસે તપાસ શરુ કરી

સુરત,તા.૨૦ : સુરતમાં પોલીસની નિષ્ક્રિયના પગલે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને પોતાની દાદાગીરી કરી લોકોને માર મારતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે સુરતના સરથાણા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા એક યુવાને જાહેરમાં માર મારવા આવ્યુ હતો જોકે માર ખાનાર યુવાન પોતાના વિસ્તારનો માથા ફરેલ યુવક હોવાને લઇને તેને માર મારતા હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસે મામલે તપાસ શરુ કરી છે. સુરતમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આંતક વધી રહ્યો છે. જોકે પોલીસ આવા લોકો સામે કોઈ નક્કર કાર્યવાહી નથી કરતી જેને લઈને તે બેફામ બન્યા છે.

જોકે લોકો પોતાનો વટ પાડવા માટે કોઈને ને કોઈને જાહેરમાં માર મારી પોતાની દાદાગીરી લોકો સામે કરતા હોય છે. ત્યારે આવા લોકોની દાદાગીરીના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ આવા લોકો સામે કાર્યવાહી કરે છે. પણ કડક કાર્યવાહી કરતા આવા લોકો બેફામ બન્યા છે ત્યારે આજે સરથાણા વિસ્તારમાં અસામાજિક તતવોની દાદાગીરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે વખતે અસામાજિક તત્વોને નહીં પરંતુ સરથાણામાં માથાભારે ઈસમની છાપ ધરાવતા યુવાન સાથે થયેલા ઝઘડાની અદાવત રાખીને તેને જાહેરમાં માર મારવામાં આવે છે. જોકે મમારનાર ઈસમો પાસે કોઈ હથિયાર પણ છે ત્યારે સમગ્ર ઘટના નજીકના એક સીસીટીવીમાં કેદ થઇ જતા સીસીટીવી વીડિયો વાયરલ થવા પામ્યો છે.

જોકે વીડિયો વાયરલ થતાની સાથે પોલીસે મામલે આરોપીઓની શોધખોળ શરુ કરી છે. જોકે, સુરતમાં આવા અનેક કિસ્સાઓ દિનપ્રતિદિન સામે આવે છે ત્યારે પોલીસ દાખલારૂપ કાર્યવાહી કરે તો સામાન્ય માણસોને આવા કંકાસથી છૂટકારો મળી શકે એમ છે. કિસ્સામાં માર ખાનાનારા અને મારાનાર ઇસમો માથાભારે હોવાના કારણે એક પ્રકારના ગેંગવૉરની ચર્ચા ચાલી રહી છે. જોકે, માર ખાનારા વ્યક્તિની ઓળખ થઈ શકી નથી પરંતુ જાણકારોના મતે યુવક સરથાણાનો છે.

(9:00 pm IST)