ગુજરાત
News of Tuesday, 20th April 2021

નડિયાદમાં એલસીબી સહીત એસઓજી જવાનોએ પેટ્રોલિંગ દરમ્યાન વિદેશી દારૂની 392 બોટલો જપ્ત કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી

નડિયાદ: શહેરના લિસ્ટેડ બુટલેગરને તેના ઘરની સામેના ખુલ્લા પ્લોટમાં બનાવાયેલ ભોંયરામાં સંતાડેલ ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂના જથ્થા એલસીબીએ પકડી પાડ્યો હોવાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી અનુસાર એલસીબી અને એસઓજી પોલીસના જવાનો પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે માહિતી મળી હતી કે નડિયાદ રામદેવપીર મંદિરની સામે આવેલ શ્રી રંગ સોસાયટીમાં રહેતો ઈકબાલ ઉર્ફે મુન્નો બચુખાન પઠાણ નામનો ઈસમ તેના મળતીયા ફીરોજ ઉર્ફે લંગડો અલ્લારખા (રહે. નડિયાદ ફૈજાન પાર્ક સોસા.ના)નો મળીને બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂનો જથ્થો ચોરીછૂપીથી ભરી લાવી તેના ઘરની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ભોંયરું બનાવી દારૂનો જથ્થો સંતાડી રાખી ખાનગી વેચાણ કરે છે. જેના આધારે આ જગ્યાએ રેઈડ કરતા ઈકબાલ ઉર્ફે મુન્નો બચુખાન પઠાણ તથા દિપક ઉર્ફે મેડિકલ ઈશ્વરભાઈ સરગરા (મારવાડી) ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે ઈકબાલ ઉર્ફે મુન્નો બચુખાન પઠાણના ઘરની સામે આવેલ ખુલ્લા પ્લોટના ખુણામાં બનાવેલ ભાંેયરામાંથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવનો પરપ્રાંતની વિદેશી દારૂની કુલ્લે બોટલ નંગ ૩૯૨ કિંમત રૂા. ૧,૬૮,૮૦૦ તથા રોકડા રૂા. ૮૧૦ તથા મોબાઈલ નંગ ૨ કિંમત. રૂા. ૫૫૦૦/- મળી કુલ કિંમત રૂા. ૧,૭૫,૧૧૧/- ના મુદ્દામાલ જપ્ત કરીને ફીરોજ ઉર્ફે લંગડો અલ્લારખાને પણ ઝડપી પાડી કાર્યવાહી હાત ઘરવામાં આવી હતી.

(5:26 pm IST)