ગુજરાત
News of Tuesday, 20th April 2021

અમદાવાદમાં પત્નીને પરપુરૂષ સાથેના આડાસંબંધની શંકામાં પતિએ કૂતરાને ટ્રેઇન કરવાની સ્ટીકથી ફટકારીને છરીની અણીએ સ્યુસાઇડ નોટ લખાવીને સસરાને મોકલીઃ પત્નીની પોલીસ ફરિયાદ

અમદાવાદઃ પત્નીને પરપુરુષ સાથે આડાસંબંધ હોવાની આશંકાએ એક પતિએ તેની પત્નીને કૂતરાને ટ્રેઇન કરવાની સ્ટીકથી ફટકારીઅમદાવાદના એમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાઇ છે. જેમાં ફરિયાદી મહિલાનું કહેવું છે કે તેના પતિએ પેટ પર છરી મૂકી સ્યૂસાઇડ નોટ પણ લખાવી તેના પિતાને મોકલી હતી.

અમરાઇવાડીમાં રહેતી ગભરાઈ ગયેલી આપરિણીતા હાલ તેનાતેના પિયર આવી ગઈછે. બાદમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પતિના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

16 વર્ષ પહેલાં જુનાગઢના શખસ સાથે લગ્ન થયા હતા

પ્રાપ્ત વિગત નુજબ અમરાઇવાડી વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલાના લગ્ન 16 વર્ષ પહેલા જુનાગઢ ખાતે થયા હતા. બાદમાં મહિલા તેના પતિ સહિત સાસરિયા સાથે સંયુક્ત પરીવારમાં રહેવા ત્યાં ચાલી ગઈ હતી. જો કે લગ્ન બાદ મહિલા પતિ સાથે જૂનાગઢ અને બાદમાં મુંબઈ ખાતે રહેતી હતી.

બીજી બાજુ લગ્નના થોડા દિવસ પસાર થતા પતિ નાની નાની વાતે મહિલાનો વાંક કાઢી ઝઘડો કરી મારઝુડ કરવા લાગ્યો હતો. દરમિયાન મહિલા બે સંતાનોની માતા બની હતી. થોડા દિવસ પહેલા પતિએ  ઘરે આવીને અચાનક કહ્યુ હતું કેતારા પુરુષ મિત્ર સાથે આડા સંબંધ છે, જો કે મહિલાએ જણાવ્યુ હતુ કે, અમે કોલેજના સમયથી સારા મિત્ર છે અને પરિવારજનોને પણ મિત્ર હોવાની જાણ છે પણ માત્ર તે એક સારો મિત્ર છે. સાંભળીને પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાના વાળ ખેંચીને કૂતરાને ટ્રેન કરવાની સ્ટીકથી મારમાર્યો હતો.

ફોન આવતા બહાર નીકળ્યો અમે મહિલા પિયર આવી ગઇ

બાદમાં પતિ રસોડામાંથી છરી લાવીને મહિલાના પેટ પર મુકીને સ્યુસાઈડ નોટ લખાવી હતી. જે તેણે  પોતાના સસરાને મોકલી આપી હતી. તે દરમિયાન અચાનક પતિને કોઇનો ફોન આવ્યો હતો. જેથી તે વાત કરવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. ત્યારે ગભરાઈ ગયેલી મહિલાને બીજુ કઈ સુજે તે પહેલા તે ઘરમાંથી બહાર નીકળીને પોતાના પિયર દોડી આવી હતી. બાદમાં માતા-પિતાને ઘટાનાની જાણ કરી હતી.

પિયર આવી ગયેલી મહિલાએ બાદમાં માતા-પિતાને જાણ કરી અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પતિના વિરુદ્ધમાં ગુનો નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

મહિલાના પિતાએ પણ જમાઈએ મોકલેલ સુસાઈડ નોટ વાંચી હતી. બાદમાં મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

(5:22 pm IST)