ગુજરાત
News of Tuesday, 20th April 2021

રાજયની 26 યુનિવર્સિટીઓને RT-PCR રિપોર્ટ કાઢવા માટે મંજુરી અપાઈ : ટેસ્ટિંગ માટે ટ્રેનીંગ આપવાની જીટીયુએ તૈયારી દર્શાવી

સૅમ્પલ પ્રોસેસીંગની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવા માંગતી હોય તે પણ GTUની લૅબોરેટરીમાં સંપર્ક કરી શકે

અમદાવાદ : કોરોનાના વધતાં જતાં કેસો સામે RT-PCRના રિપોર્ટમાં વિલંબ થતો હતો. તે નિવારવા અને દર્દીઓને વહેલીતકે રિપોર્ટ મળી રહે તો તેમને સમયસર સારવાર મળી શકે તે હેતુસર ગુજરાત સરકાર દ્વારા રાજયની 26 યુનિવર્સિટીઓને RT-PCR રિપોર્ટ કાઢવા માટેની મંજુરી આપી છે. આ નિર્ણયના પગલે આજે ગુજરાત યુનિવર્સિટી ટેકનોલોજી દ્વારા RT-PCR ટેસ્ટ માટેની કોઇને ટ્રેનીંગ લેવી હોય તો જીટીયુ તરફથી આપવામાં આવશે તેવી ઓફર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી તરફથી સૌ પ્રથમ RT-PCR ટેસ્ટની કામગીરી શરૂ કરી હતી.

જરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી ( જીટીયુ )ના અટલ ઇન્કયુબેશન સેંટરને ICMR દ્વારા કોરોનાના RT-PCR ટેસ્ટિંગ માટે મંજૂરી મળ્યાં પછી રોજ 100થી પણ વધુ લોકોના ટેસ્ટિંગ અહીંયા કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા સરકાર દ્વારા જે 26 શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી મળી છે તેમના કોઈપણ ટેકનિશિયન અથવા પ્રોફેસરને GTUમાં ટ્રેનિંગ લેવી હશે અથવા માહિતી જોઈતી હશે તો GTUના Atal Incubation Centreના ડોક્ટર વૈભવ ભટ્ટનો સંપર્ક કરવા વિનંતી કરાઈ છે. શૈક્ષણિક સંસ્થા સૅમ્પલ ટેસ્ટિંગ સુધીની માહિતી જોઈતી હોય તેઓ GTUના અટલ ઇન્કયુબેશન સેંટરમાં સંપર્ક કરી શકે છે. જે સંસ્થા સૅમ્પલ પ્રોસેસીંગની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવા માંગતી હોય તે પણ GTUની લૅબોરેટરીમાં સંપર્ક કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી તરફથી ફ્રેબ્રુઆરીથી આ ટેસ્ટીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમાંય એપ્રિલ મહિનાથી સક્રિય રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ જીટીયુ દ્વારા જાહેર કરવામાં આવેલા આકડાં મુજબ તેમણે 400 જેટલાં આરટીપીસીઆર ટેસ્ટ કર્યા હતા

(12:22 am IST)