ગુજરાત
News of Saturday, 20th April 2019

ભાજપ લોકશાહીને બદલે તાનાશાહીઓના હાથમાં :પાર્ટીમાં ધમંડ આવ્યો છે :વડોદરામાં શત્રુધ્ન સિન્હાના આકરા પ્રહાર

વડોદરા: ભાજપના બાગી સાંસદ અને કોંગ્રેસમાં જોડાયેલા શત્રુધ્ન સિન્હા વડોદરામાં કોંગ્રેસના પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાસે આવેલા ચાર રસ્તા પાસે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં સભા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને ભાજપ પર પ્રહારો કર્યા હતા,

  શત્રુઘનસિન્હાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે વ્યાપારીઓના હાથમાં ચાલી ગઇ છે. વધુમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી લોકશાહીના બદલે તાનાશાહીઓના હાથ આવી ગઇ છે. ભારતીય જનતા પાર્ટીમાં ઘમંડ આવી ગયો છે.

  વધુમાં શત્રુધ્ન સિંન્હાએ કહ્યું કે, નોટબંધીથી દેશને જોરદાર નુકશાન થયું છે. નોટબંધીને શત્રુધ્ન સિન્હાએ મોટી લૂંટ જણાવી હતી.

ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીમાં મને અટલ બિહારી બાજપેયએ મને ભાજપ સાથે જોડાણ કરાવ્યું હતું. અડવાણીજીએ મને રાજકારણ શીખવાડ્યું હતું. ભાજપના અટલજી અને અડવાણીજીના કારણે હું કેબીનેટ મંત્રી બન્યો અને મે તમામ સારા કાર્યો કર્યા હતા. શત્રુધ્ન સિંન્હાએ વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા.

(1:30 am IST)