ગુજરાત
News of Saturday, 20th April 2019

અલ્પેશનું પોસ્ટર લઇને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો :નિકોલની ઘટના બાદ હાર્દિક પટેલની પ્રતિક્રિયા

આ ભાજપના જ લોકો હતા જેઓએ લોકોને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો

 

અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલની ચૂંટણી સભામાં મારામારી થઇ હતી ચાલુ સભા દરમિયાન કેટલાક લોકો નારા લગાવતા ધસી આવી નારા લગાવી માથાકૂટ કરતા મામલો બિચક્યો હતો અને બંને જૂથ વચ્ચે છૂટ્ટાહાથની મારામારી સર્જાઇ હતી.

    ઘટના બાદ હાર્દિક પટેલએ જણાવ્યું કે જે લોકોએ વિરોધ કરવો હોય તે કરી શકે છે. કેટલાક લોકો અલ્પેશનું પોસ્ટર લઇને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, ભાજપના લોકો હતા જેઓ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સાથે હાર્દિકે જણાવ્યું કે કોંગ્રેસની આંતરિક જૂથવાદ પણ મુખ્ય કારણ હોઇ શકે છે.

(12:02 am IST)