ગુજરાત
News of Saturday, 20th April 2019

અનામત આંદોલન સમયે થયેલી તોડફોડ મામલે સેશન્સ કોર્ટે 5 આરોપીને મુક્ત કર્યા

રામોલમાં તોડફોડ મામલે સેશન્સ કોર્ટ દ્વારા પાંચ આરોપીઓને કેસમાંથી મુક્ત કરાયા

 

અમદાવાદ :પાટીદાર અનામત આંદોલન સમયે અમદાવાદમાં રામોલ વિસ્તારમાં થયેલી તોડફોડ મામલે આજે સેશન્સ કોર્ટ દ્વારા પાંચ આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પાંચેય આરોપીઓને મુક્ત કરવા મારે સરકારના વકીલે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે સેશન્સ કોર્ટે અરજી માન્ય રાખીને પાંચેય લોકોને આરોપમાંથી મુક્ત કર્યા હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત અંદોલનમાં આંદોલનકારીઓની માગણી હતી કે, પાટીદાર સમાજના 14 શહીદોના પરિવારના સભ્યોને નોકરી આપવામાં આવે, આંદોલન સમયે સરકારે પાટીદાર યુવાનો પર કરેલા પોલીસ કેસ પરત ખેંચવામાં આવે અને પાટીદાર સમાજને ન્યાય આપવામાં આવે.

(11:04 pm IST)