ગુજરાત
News of Saturday, 20th April 2019

ગાંધીનગરના પેથાપુર અને માણસામાં મંદિરમાં ચોરી કરનાર ડફેર બચુ સિંધી ઝડપાયો

ગાંધીનગરના પેથાપુર અને માણસામાં બે મદિંરમાં ૧૧ વર્ષ પહેલાં ચોરી કરનાર ડફેરને પોલીસે ઝડપી પાડ્‌યો છે. પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. જી. એનુરકારને બાતમી મળી હતી કે, ૨૦૦૮ના વર્ષમાં પેથાપુર અને માણસા પોલીસ સ્ટેશનમાં નોંધેયાલા બે ગુનામાં વોન્ટેડ ડફેર બચુ સતા સિન્ધી (રહે-અમરાપુર પાટી, સમી, પાટણ) અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે પાટણમાં ભદ્રાડા ગામની સીમમાં પોતાના પશુ લઈને આવેલા આરોપીને વોચમાં ગોઠવાઈ જઈને દબોચી લીધો હતો

(9:28 pm IST)