ગુજરાત
News of Saturday, 20th April 2019

ગાંધીનગર જિલ્લામાં આધેડ વયના પ્રેમી પંખીડાએ વિદેશ ભાગી જઈને ઘર વસાવ્યું

ગાંધીનગર:આમ તો પ્રેમ માટે કોઇ નાત-જાત કે ઉંમરના સિમાડા નથી હોતા પરંતુ ગાંધીનગર તાલુકાના એક ગામમાંથી બે-બે પુખ્તવયના સંતાનોના માતા અને પિતાએ પ્રેમમાં એવું આંધળું પગલું ભર્યું છે કે હાલના આધુનિક યુગમાં આ ગામડાનો કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આધેડ વયના પ્રેમીઓ કે જેમના બન્નેના ઘરે પરણાવાલાયક દિકરા-દિકરીઓ છે તેમને ઘર છોડીને વિદેશ ભાગી જઇને ત્યાં નવું ઘર કર્યું છે.  

આજના આધુનિક યુગમાં પ્રમેની પરિભાષા જ બદલાઇ ગઇ છે. પ્રેમ એ પવિત્ર રહ્યો નથી અને વિજાતીય કે રૂપિયાનું આકર્ષણ જ બનીને રહ્યો છે તે વચ્ચે ગાંધીનગર તાલુકાના ડભોડા પાસેના એક ગામની ૫૧ વર્ષની બે દિકરાની માતા અને મહેસાણા જિલ્લાના એક ગામનો ૫૨ વર્ષિય આધેડ છેલ્લા ઘણા વખતથી એક બીજાના પ્રેમમાં હતા આ આઘેડને પણ એક દિકરી અને એક દિકરો એમ બે સંતાનો છે. 

(5:58 pm IST)