ગુજરાત
News of Saturday, 20th April 2019

વડોદરાના મકરપુરામાં રિક્ષામાં બેસી સટ્ટો રમાડતા 3 શખ્સોને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં ખુલ્લા ગ્રાઉન્ડમા રિક્ષામાં બેસી સટ્ટો રમતા 3 જણાને પોલીસે ઝડપી પાડ્યા હતા.મકરપુરા પોલીસ ગઇરાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે કેટલાક લોકો જીજી માતા મંદિર પાસેના ગ્રાઉન્ડમાં રિક્ષામાં બેસી ક્રિકેટનો સટ્ટો રમતા હોવાની માહિતી મળતા પોલીસે છાપો માર્યો હતો. આ વખતે ગ્રાઉન્ડમાં પાર્ક કરાયેલી પરીક્ષામાંથી (1) બિસ્મિલ્લાહ બચુ શાહ દિવાન રહે. દિવાન ફળિયું, મકરપુરા (2) અકબર શાહ વલી શાહ દિવાલ રહે.દિવાન ફળિયુ,મકરપુરા મૂળ રહે.મિયાગામ કરજણ અને (3) ઈમ્તિયાઝ ખાન અયુબ ખાન પઠાણ રહે.હિંમતનગર, જશોદા કોલોની, મકરપુરા ઝડપાઈ ગયા હતા.

(5:54 pm IST)