પાટણનાં હારીઝ પાસે અકસ્માતમાં પિતા-પુત્રનું મોત થતા અરેરાટી
પાટણ તા.૨૦: ચૈત્રી પુનમના દિવસે હારીજથી નિકળી બોરડીવાડી પાસે વેંજાવાડા ગામે માતાજીના દર્શન અર્થે દંપતિ તેના નાના પુત્ર વેદ અને પત્ની વર્ષાબેન સાથે તેના બાઇક ઉપર જઇ રહ્યા હતા ત્યારે બોરડીવાડા પાસે જુના માંકા રોડ ઉપર એક પેસેન્જર જીપે ગફલતભરી રીતે આવી બાઇકને ટક્કર મારતા ઘટના સ્થળે જ યુવાન નિતીન જોષી અને તેનો પુત્ર વેદ જે ૬ વર્ષના છે તે ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. જયારે નાની પુત્રી ઘેર હતી.
આ ઘટનાની જાણ હારીજ તેના પરિવારને થતાં જુવાન જોધ દિકરો અને ૬ વર્ષનો નાનો વેદ નામનો પુત્રનું અકસ્માતે મોતના સમાચારથી તેનો પરિવાર આઘાતમાં સરકી ગયો હતો. હારીજનો આ નીતિન યુવાન મળતાવડા સ્વભાવનો અને બ્રહ્મ સમાજના સંગઠનમાં સેવાકીય પ્રવૃતિથી જોડાયેલો હતો જેથી સમગ્ર બ્રહ્મ સમાજ તેમજ ગામ લોકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
કાર હડફેટે મોત
ભાભરના પાટીયા નજીક રસ્તો ક્રોસ કરવા જતા કારની હડફેટે મહિલા વીજુબેન અબ્દુલ ભાઇ રે. કાકરીયા તાલુકો રાધનપુરનું કારની ટક્કરે કરૂણ મૃત્યુ થયું છે. ભાભર પોલીસે ઘટના સ્થળે આવી મૃતકને પી.એમ. માટે ભાભર લઇ જવામાં આવેલ અને અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ફરીયાદ નોંધી હતી.