ગુજરાત
News of Saturday, 20th April 2019

અમદાવાદ પશ્ચિમ સીટના જન સત્ય પથ પાર્ટીના ઉમેદવારે ફક્ત ૬૨૦ રૂપિયા જ ચૂંટણી ખર્ચ કર્યો!!

પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવારે સૌથી વધુ ૨૨, ૧૮, ૨૭૮ રૂપિયા ખર્ચ કર્યો

અમદાવાદ:તા.૧૬ એપ્રિલ સુધીમાં અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવારે સૌથી વધુ ૨૨, ૧૮, ૨૭૮ રૂપિયા ખર્ચ કર્યો હોવાનું સત્તાવાર ચૂંટણી ખર્ચમાં જણાવાયું છે. જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠકના જન સત્ય પથ પાર્ટીના ઉમેદવારે તા.૧૫ એપ્રિલ સુધીમાં ફક્ત ૬૨૦ રૂપિયા જ ચૂંટણી ખર્ચ કર્યો છે.

    લોકસભાની અમદાવાદ પૂર્વ ની બેઠક ઉપર ૨૬ અને અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપર કુલ ૧૩ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. મતદારોને આકર્ષવા અને તેમનો મત મેળવવા માટે ચૂંટણી પ્રચાર એક સશક્ત માધ્યમ છે. તે માટે બોર્ડ-બેનર બનાવવા, કાર્યાલય ખોલવા, પ્રચાર સાહિત્ય છપાવવું, પ્રચારમાં રિક્ષાઓ ફેરવવી, ચા-પાણી નાસ્તા સહિતના વિવિધ પ્રકારના ખર્ચાઓ કરવા પડતા હોય છે.

(1:30 pm IST)