ગુજરાત
News of Saturday, 20th April 2019

કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને ચૂંટણી પંચે ફટકારી નોટિસ :માંગ્યો ખુલાસો

વિજયનગરમાં કોંગ્રેસના વિજય વિશ્વ સંમેલનમાં લાઈટ ગુલ થતા સબસ્ટેશન સળગાવી દેવાની ધમકી આપ્યાનો મામલો

અમદાવાદ :વિજયનગરમાં કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સબસ્ટેશનને સળગાવી દેવાની ધમકી આપતા ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારી ખુલાસો માગ્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા વિજયનગરમાં કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં ખેડબ્રહ્મા-વિજયનગરના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. જાહેર સભા સ્થળ પર લાઇટ ડુલ થઇ ગઇ હતી. જેને લઇ સભા મંચ પરથી ધારાસભ્ય અશ્વિન કોટવાલે સબસ્ટેશનને સળગાવી દેવાની ધમકી આપી હતી.

(12:42 pm IST)