ગુજરાત
News of Saturday, 20th April 2019

૩ વર્ષથી ફરાર કિર્તી શાહ અંતે સીઆઇડીના પંજામાં

પોન્જી સ્કીમ હેઠળ મોટો નાણાકીય લાભ સાથે ટુ વ્હીલર આપવાની યોજનાના નામે ગુજરાતભરમાં ચકચારી મામલામાં નવો વણાંક : આશીષ ભાટીયાના ર્માર્ગદર્શનમાં સીઆઇડી ટીમને વધુ એક સફળતા સાંપડી

રાજકોટ, તા., ૨૦: રાજયભરમાં પોન્જી સ્કીમ હેઠળ ટુંકાગાળામાં મોટા લાભ આપવાની લાલચ આપી બનાવટી કંપનીઓ શરૂ કરી લોકો સાથે છેતરપીંડી કરવાના ચકચારી મામલામાં છેલ્લા ૩ વર્ષથીફરારી એવા કિર્તીભાઇ ચંદુભાઇ શાહને પકડી પાડવામાં અંતે સીઆઇડી વડા આશીષ ભાટીયા અને એડીશ્નલ ડીજી અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળની ટીમને સફળતા સાંપડી છે.

વડોદરા ઝોન પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૦૧/૧૬ ઇ.પી.કો. ૪૦૬, ૪ર૦, ૪૬૭, ૪૬૮, ૧ર૦(બી) તથા ધી પ્રાઇઝ ચીટસમની સરકયુલેશન (બાનીંગ) એકટ ૧૯૭૮ની કલમ ૪-પ-૬ તથા જીપીઆઇડી એકટ ર૦૦૩ની કલમ મુજબ આ ગુન્હાના ફરીયાદી કે.આર.પરમાર (ડીટેકટીવ પોલીસ ઇન્સ્પેકટર સીઆઇડી ક્રાઇમ વડોદરા દ્વારા) આ ગુન્હાની તપાસ દરમિયાન આરોપી  દીપ કેપીટલ સર્વિસ પ્રા.લી.ના ડાયરેકટરો, સંચાલકો, વહીવટદારો અને પ્રમોટરો તથા રાજુભાઇભલુભાઇ ભરવાડ (મેવાડા) (રહે. જવાહર નગર, અમદાવાદ) તથા પ્રિતેશ શાહ તથા હિરેન શાહ સહીતના અન્યઆરોપીઓ તેમજ જે.કે.એમ.એમ. ઓટો કન્સલ્ટન્સી લી.ના ડાયરેકટરો સંચાલકો, વહીવટદારો, પ્રમોટરો તેમજ જય ખોડીયાર મિત્ર મંડળના નામથી ઓફીસ ધરાવી વહીવટ કરનારાઓ તથા અન્ય વિરૂધ્ધ ફરીયાદીએ ફરીયાદ આપેલ.

ફરીયાદીએ ફરીયાદમાં દીપ કેપીટલ સર્વિસીઝ પ્રા.લી. હેઠળ ટીકીટ વેચવાના બ્હાને જેકેએમએમ ઓટો કન્સલ્ટન્સી પ્રા.લી.નામે કંપની ખોલીફરીયાદીને ખોટા પ્રલોભનો આપી વિશ્વાસઘાત છેતરપીંડી કર્યાના ગુન્હાના આરોપસર ફરીયાદ કરેલ. ઉકત ફરીયાદ આધારે સને ર૦૧૬માં ગુન્હો દાખલ થયેલ. આરોપીઓ સામે મોટા નાણાકીય લાભ સાથે ટુ વ્હીલર આપવાની પણ લોલીપોપ આપ્યાના આરોપસરની પણ ફરીયાદ થયાનું સીઆઇડી વર્તુળો જણાવે છે.

(12:40 pm IST)