ગુજરાત
News of Saturday, 20th April 2019

દહેગામમાં હાર્દિક પટેલની જાહેરસભા :પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

બે ડીવાયએસપી, ચાર પીઆઇ, આઠ પીએસઆઇ અને 100 પોલીસ જવાનો બંદોબસ્ત

અમદાવાદ :કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની દહેગામમાં જાહેસભાને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર ગીતા પટેલના સમર્થનમાં હાર્દિક પટેલની દહેગામમાં જાહેર સભા છે. બે ડીવાયએસપી, ચાર પીઆઇ, આઠ પીએસઆઇ અને 100 પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

     અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ સાથે ગઇકાલે સુરેન્દ્રનગરના બલદાણા ખાતે જાહેરસભામાં એક શખસ દ્વારા મંચ પર લાફા મારવાની ઘટના બાદ હાર્દિક  પટેલની અન્ય જાહેર સભામાં બંદોબસ્તની વ્યવસ્થા સઘન કરવામાં આવી રહી છે હાર્દિક પટેલની દહેગામમાં જાહેસભાને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

(12:02 pm IST)