ગુજરાત
News of Saturday, 20th April 2019

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીની મંગલઉપસ્થિતિમાં SGVP ગુરૂકુલ - સવાનાહ, અમેરીકા ખાતે તૈયાર થયેલ શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનોમંગલ આરંભ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીની મંગલઉપસ્થિતિમાં SGVP ગુરૂકુલ - સવાનાહ, અમેરીકા ખાતે તૈયાર થયેલ શ્રીસ્વામિનારાયણ સનાતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનોમંગલ આરંભ થયો.સનાતન મંદિરમાં બિરાજીત થનારા દેવોની પ્રાણ પ્રતિષ્ઠાના એક મહત્ત્વના ભાગરૂપે ત્રિદિનાત્મક ૨૫ કુંડીશ્રીમહાવિષ્ણુયાગનો ધામધૂમથી આરંભ કરવામાં આવ્યો.યજ્ઞના મંગલ આરંભે સંસ્થાના અધ્યક્ષ સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી તથા ઉપઅધ્યક્ષ સ્વામી શ્રીબાલકૃષ્ણદાસજીએ ભગવાનનીમહાનિરાજન કરી અગ્નિનારાયણનું પૂજન કર્યુ હતું. વૈદિક વિધિથી પૂજાએલા અગ્નિનારાયણની ધામધૂમથી અગ્નિયાત્રા કાઢવામાંઆવી હતી. ભગવદ્ કીર્તન સાથે આનંદ, ઉત્સાહ અને ઉમંગથી ભક્તજનો અગ્નિયાત્રામાં જોડાયા હતા.વિદ્વાન વિપ્રો દ્વારા થયેલા વૈદિક મંત્રોના ગાન સાથે યજ્ઞશાફ્રામાં પ્રવેશ કરવામાં આવ્યો. સદ્ગુરુ સંતોના વરદ્ હસ્તેઅગ્નિનારાયણનું પૂજન, અગ્નિસ્થાપન અને પ્રથમ પૂજન કરવામાં આવ્યું.આ પવિત્ર પ્રસંગે શ્રીમહાવિષ્ણુયાગનો લાભ લેવા માટે સવાનાહ તેમજ અમેરીકાના વિવિધ વિસ્તાર માંથી પધારેલાભક્તજનોએ વિશાફ્ર સંખ્યામાં કુંડે કુંડે સજોડે બિરાજી આહુતિઓ આપીને ધન્યતાનો અનુભવ કર્યો હતો.મૂર્તિ પ્રતિષ્ઠાના ભાગરૂપે દેવોનો જલાધિવાસ, ધાન્યાધિવાસ, સ્નપનવિધિ તેમજ અનેકવિધિ વૈદિક વિધી સાથે યજ્ઞ કાર્યસંપન્ન કરીને ઠાકોરજીની નગરયાત્રા કરવામાં આવી હતી.શ્રીમહાવિષ્ણુયાગના દરેક પ્રસંગે સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી અગ્નિનારાયણનો મહિમા, યજ્ઞનો મહિમા, યજ્ઞ દરમિયાનદેવોના પૂજનના વિધિનો મહિમા, યજ્ઞમાં હોમાતા દ્રવ્યનો મહિમા ખૂબ જ સુંદર રીતે સમજાવતા હતા. હિંદુ ધર્મમાં યજ્ઞનું શાસ્ત્રીયમહત્ત્વ, વૈજ્ઞાનિક મહત્ત્વ, પર્યાવરણની શુદ્ધિ અને મૂર્તિમાં પ્રગટતો દૈવત્ત્વનો ભાવ પૂજ્ય સ્વામીજીના શ્રીમુખે શ્રવણ કરીને સૌભક્તજનો ખૂબ જ પ્રસન્ન થતા હતા.આ યજ્ઞશાફ્રાના નિર્માણના સેવાકાર્યમાં યુ.કે. ખાતે નિવાસ કરતાં જીય્ફઁ ગુરૂકુલના સભ્યાને યાદ કરીને પૂજ્ય સ્વામીશ્રીએહૃદયના આશીર્વાદ પાઠવ્યા હતા.આ યજ્ઞ તથા પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો ભાગ લઈ રહ્યા છે. મહોત્સવના વિવિધ વિભાગોમાંભાઈ-બહેનો ઉત્સાહથી સેવા બજાવી રહ્યા છે.

(12:00 pm IST)