ગુજરાત
News of Saturday, 20th April 2019

સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ:જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ અમેથિયા (પ્રજાપતિ) ભાજપમાં જોડાયા

કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ્ભાઈ રૂપાલાની હજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો

જામનગર :સૌરાષ્ટ્ર્ના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે જામનગર શહેર કોંગ્રસ પ્રમુખ ગીરીશભાઈ અમેથિયા 9પ્રજાપતિ ભાજપમાં જોડાયા છે

આજે કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમભાઈ રૂપાલાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં વિધિવત જોડાઈ ગયા છે.

   લોકસભાની ચૂંટણી આડે માત્ર ત્રણ ચાર દિવસ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પક્ષમાં ગિરીશભાઈના  સમાવેશથી ખૂબ મોટો ધરતીકંપ સર્જાયો છે. કોંગ્રેસ ઊંઘતી ઝડપાઈ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.

   આ જ ગિરીશભાઈએ છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા અને મૂળ કોંગ્રેસી એવા રાઘવજીભાઈ પટેલ સામે ચૂંટણી લડવા ટિકિટ પણ માંગી હતી. ત્યારથીનારાજ હોવાનું ચર્ચાય છે.

(9:14 pm IST)