ગુજરાત
News of Saturday, 20th April 2019

સુરતમાં ભાજપના મનોજ જોશીએ રાહુલ ગાંધીને બાબલા કહ્યા :કોંગ્રેસ પર કર્યા પ્રહાર

દાદાની સમાઘી પર જવાનો સમય નથી પરંતુ વોટ લેવા માટે શિવના દરબારમાં જાય છે

 

સુરત ;જાણીતા અભિનેતા અને ભાજપના નેતા મનોજ જોશી આજે સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ માટે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોચ્યા હતા. જ્યા તેમણે યુવાનોને ગાંધી સ્મૃતિભવન ખાતે યુવાનેને સંબોધીત કર્યા હતા. મનોજ જોશીએ પોતાની સ્પીચમાં કોગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આકરા પ્રહારો કરતાની સાથે રાહુલ ગાંધીને બાબલો કહીને સંબોધન કર્યું હતું

મનોજ જોશીએ કહ્યું હતું કે પોતાના દાદાની સમાઘી પર જવાનો સમય નથી પરંતુ વોટ લેવા માટે શિવના દરબારમાં જાય છે. પરંતુ એને નથી ખબર કે ભોળા નાથ તો રાક્ષસો પણ પ્રસન્ન થયા હતા. બાબલાને જનોઇ પણ પહેરવાનું પણ ખબર નથી. શંકર પ્રસન્ન પણ થતા હતા પણ જરૂર પડે રાક્ષસને ભષ્મીભુત કરતા હતા અને હવે સમય આવી ગયો છે કે તેમણે ભષ્મીભુત થવાનું છે

(11:20 pm IST)